Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

શ્રી હનુમાન ચાલીસા (શ્લોકના અર્થ સાથે)

।। ૐ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા ।।

।। શ્રી હનુમાન ચાલીસા ।।

श्री गुरु चरण सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनऊं रघुवर बिमल जसु, जो दायकु फल चारि ।
શ્રી ગુરુદેવના ચરણ રજથી મારુ મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું. જે ધર્મ, અર્થે, કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળ આપનાર છે.

 बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन-कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ।
હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.

जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहुं लोक उजागर ।
જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો! ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ, આપનો જય હો!

राम दूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा ।
શ્રી રામજીના દૂત આપના અનંત શક્તિ છે આપનું અંજનિપુત્ર અને પવનપુત્ર નામજગ પ્રસિદ્ધ છે.

महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी ।
આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વ્રજ સમાન છે. આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો અને સુબુદ્ધિના સહાયક છો.

कंचन बरन बिराज सुबेसा, कानन कुण्डल कुंचित केसा ।
હે કપિ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાંકડિયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહામણું છે.

हाथब्रज और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजै ।
આપના હાથમાં ગદા અને ધ્વજા છે, ખભા પર જનોઈ શોભાયમાન છે.

शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महा जग वंदन ।
કેસરીનંદન આપ શંકરના અવતાર છો, આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે.

विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर ।
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો, સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો.

प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया ।
પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તિ છે. શ્રીરામ, શ્રીલક્ષ્મણ અને સીતામૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा, बिकट रूप धरि लंक जरावा ।
સીતામૈયાને સૂક્ષ્મરૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી હતી.

भीम रूप धरि असुर संहारे, रामचन्द्र के काज संवारे । 
મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો.

लाय सजीवन लखन जियाये, श्री रघुवीर हरषि उर लाये ।
સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવતદાન આપ્યું તેથી અતિ હર્ષિત થઈ પ્રેમથી શ્રીરામજીએ આપને છાતીએ લગાવ્યા હતા.

रघुपति कीन्हीं बहुत बडा़ई, तुम मम प्रिय भरत सम भाई ।
ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રસંશા કરીને કહ્યું કે, ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઈ છે.

सहस बदन तुम्हरो जस गावैं, अस कहि श्रीपति कंठ लगावैं ।
સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ગળે લગાવ્યા.

सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहीसा ।
સનકાદિક ઋષિ, બ્રહ્મા, નારદ, સરસ્વતી શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી.

जम कुबेर दिगपाल जहां ते, कबि कोबिद कहि सके कहां ते ।
યમરાજ, કુબેર, દિગપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણરૂપે વર્ણન કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે?

तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा ।
આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા.

तुम्हरो मंत्र विभीषण माना, लंकेस्वर भए सब जग जाना ।
આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો, આ વાત સમસ્ત વિશ્વ જાણે છે.

जुग सहस्त्र जोजन पर भानू, लील्यो ताहि मधुर फल जानू ।
ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા.

प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गये अचरज नाहीं ।
શ્રીરામની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા એમાં કાંઈ ખાસ આશ્ચર્ય નથી.

दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते ।
હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે.

राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसा रे ।
આપ શ્રીરામના દ્વારપાળ છો, આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતો નથી.

सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना ।
આપની શરણ જે કોઈ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઈ જ ડર નથી.

 आपन तेज सम्हारो आपै, तीनों लोक हांक तें कांपै ।
હે અંજની પુત્ર! આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે.

भूत पिशाच निकट नहिं आवै, महावीर जब नाम सुनावै ।
ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે, ત્યારે ભૂત-પ્રેત એમની પાસે આવતા નથી.

नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत बीरा ।
હે કેશરી નંદન! આપનું નામ સતત જપનારના બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે.

संकट तें हनुमान छुडा़वै, मन क्रम वचन ध्यान जो लावै ।
હે અંજની પુત્ર! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે, એને આપ બધી વિપત્તિથી બચાવો છો.

सब पर राम तपस्वी राजा, तिनके काज सफल तुम साजा ।
સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે, તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે.

और मनोरथ जो कोइ लावै, सोई अमित जीवन फल पावै ।
હે કેશરી નંદન! આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે.

चारों जुग परताप तुम्हारा, है परसिद्ध जगत उजियारा ।
આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ, યશ પ્રકાશમાન છે.

साधु सन्त के तुम रखवारे, असुर निकंदन राम दुलारे ।
સાધુ, સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રીરામને અતિ પ્રિય છો.

अष्ट सिद्धि नौ निधि के दाता, अस बर दीन जानकी माता ।
સીતામૈયાયે આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિદ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો.

राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा ।
હે બજરંગબલી! શ્રીરામ નામરૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો.

तुम्हरे भजन राम को पावै, जनम जनम के दुख बिसरावै ।
આપનું ભજન કરનારને શ્રીરામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુ:ખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે.

अन्त काल रघुबर पुर जाई, जहां जन्म हरि भक्त कहाई ।
તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રીહરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે.

और देवता चित न धरई, हनुमत सेई सर्व सुख करई ।
જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે.

संकट कटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा ।
અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે.

जय जय जय हनुमान गोसाईं, कृपा करहु गुरु देव की नाई ।
શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો, આપ મારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો.

जो सत बार पाठ कर कोई, छूटहि बंदि महा सुख होई ।
જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસા નો સો વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે.

जो यह पढै़ हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा ।
જે ભક્ત "હનુમાન ચાલીસા" નો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે.

तुलसीदास सदा हरि चेरा, कीजै नाथ हृदय मंह डेरा ।
સંતશ્રી તુલસીદાસજી કહે છે કે, "સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. હે નાથ આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો."

पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, हृदय बसहु सूरभूप ।
હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા, આપ મંગલમુર્તિ રૂપ છો. આપ શ્રીરામ, લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો.

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement