॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
નિવેદન
- મનુષ્યો એકાગ્રતાથી ભક્તિભાવે એક ઘડી, અર્ધીઘડી કે અર્ધાની પણ અર્ધીઘડી જો ભગવાનની કથા-વાર્તા સાંભળે તો તે મનુષ્યોની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી અને સંસાર સાગરને સહેજે તરી જાય છે. એટલે તો સ્વયં શ્રીજી મહારાજ સ્વમુખે કહે છે કે ''અમારે તો કથા કીર્તન કે વાર્તા અને ભગવાનની મૂર્તિનું ધ્યાન એમાંથી કોઈકાળે મનની તૃપ્તિ થતી જ નથી અને તમારે પણ સર્વેને એવી રીતે કરવું''
- વ્હાલા ભક્તો ! શ્રીજી મહારાજે, મોક્ષભાગી મુમુક્ષુજન સદાચાર અને અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ સહેલાઈથી પહોંચી શકે તેમજ અલ્પ સાધને પોતાનું આત્યંતિક શ્રેય સાધી શકે એવો સુગમ માર્ગને સરળ રીતે બતાવી.
- શ્રીજી મહારાજ પર મહંસો, પાર્ષદો અને દેશાંતરોના હરિભક્તોને ભેળા કરી સભામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને ભક્તિએ ચારેયનો જીવનમાં સમન્વય સાધવાની રીતિ બતાવતા. ઈન્દ્રિયો, અંત:કરણના સ્વભાવ જીતવાની યુક્તિઓ, ધ્યાન, અખંડવૃત્તિને પ્રીતિની રીતિ શીખવતા.
- અધ્યાત્મ સાધનાઓ ઉપરાંત વિષયખંડન, ભગવત્સ્વરૂપનું નિરૂપણ વગેરે અનેક વિષયો ઉપર ચર્ચાઓ તેમજ પ્રશ્નોત્તરો થતા. સામાન્ય માનવી પણ સમજી શકે એ રીતે શ્રીજી મહારાજ સપ્રમાણ સમાધાન કરતા. આ પ્રશ્નોત્તરને અગત્યના સમજી સંતો તરતજ એ લખી લેતા. આર્ષદ્ર્ષ્ટા
(૧) સ.ગુ. મુક્તાનંદ સ્વામી
(૨) સ.ગુ. ગોપાલાનંદ સ્વામી
(૩) સ.ગુ. બ્રહ્માનંદ સ્વામી
(૪) સ.ગુ. નિત્યાનંદ સ્વામી
(૫) સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામી
આ પાંચ સદ્ગુગુરૂઓએ તેનું સુંદર રીતે સંપાદન કરી, સભામાં શ્રીજી મહારાજને બતાવ્યું અને સંપ્રદાયમાં ''વચનામૃત'' તરીકે એ પ્રસિદ્ધ થયું. વચનામૃત એ શ્રીજી મહારાજના મુખની પરાવાણીનો પાવનકારી જ્ઞાનામૃતનો અખૂટ ધોધ વહાવતો સર્વોત્તમ સદ્ગ્રંથ છે.
- આ વચનામૃત ગ્રંથ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે જ ઉપયોગી છે એવું નથી, પણ તત્ત્વજ્ઞાનમાં રસ લેતા ગમે તે ધર્મપ્રેમી જીજ્ઞાસુને ઊંડા ઉતરેલા તત્ત્વજ્ઞો માટે પણ માર્ગદર્શક અપૂર્વ ગ્રંથ છે.
- આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાના અંગની વાતો કરીને મોક્ષોપયોગી અંગ કેળવવા સહુને અનુરોધ કર્યો છે. દર્પણ તુલ્ય વાત કરીને આત્મ નિરીક્ષણ કરવાની પ્રેરણા આપી છે. જાણપણા રૂપ દરવાજે સદા જાગ્રત સુધા સાવધાન રહેવા ખાસ ભાર મૂક્યો છે.






0 Comments