ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25 નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી, 5 સ્વતંત્ર અને 9 રાજયકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી
1. ભૂપેન્દ્ર પટેલ
- વહીવટી સુધારણા અને આયોજન
- ગૃહ અને પોલીસ હાઉસિંગ
- માહિતી અને પ્રસારણ
- પાટનગર યોજના
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
- ઉદ્યોગ
- ખાણ અને ખનીજ
- નર્મદા
- બંદરો
કેબિનેટ મંત્રી
2. રાજેન્દ્ર ત્રિવેદી
- મહેસુલ
- આપત્તિ વ્યવસ્થાપન
- કાયદા અને ન્યાયતંત્ર
- વૈધાનીક અને સંસદીય બાબતો
3. જીતુભાઇ વાઘાણી
- શિક્ષણ
- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી
4. ઋષિકેશ પટેલ
- આરોગ્ય પરિવાર કલ્યાણ
- તબીબી શિક્ષણ
- જળ સંપત્તિ અને પાણી પુરવઠો
5. પૂર્ણેશ મોદી
- માર્ગ અને મકાન
- વાહન વ્યવહાર
- નાગરિક ઉડ્ડયન
- પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
6. રાઘવજી પટેલ
- કૃષિ
- પશુપાલન
- ગૌ સંવર્ધન
7. કનુ દેસાઈ
- નાણાં
- ઉર્જા
- પેટ્રોકેમિકલ્સ
8. કિરીટસિંહ રાણા
- વન
- પર્યાવરણ
- ક્લાઈમેટ ચેન્જ
- છાપકામ અને સ્ટેશનરી
9. નરેશ પટેલ
- આદિજાતિ વિકાસ
- અન્ન અને નાગરિક પુરવઠો
- ગ્રાહકોની સુરક્ષા
10. પ્રદિપસિંહ પરમાર
- સામાજિક ન્યાય અને અધિકારીતા
11. અર્જુનસિંહ ચૌહાણ
- ગ્રામ વિકાસ
- ગ્રામ ગૃહ નિર્માણ
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
12. હર્ષ સંઘવી
- રમત-ગમત
- યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ
- સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન
- બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ
- ગૃહ રક્ષક દળ
- ગ્રામ રક્ષક દળ
- નાગરિક સંરક્ષણ
- નશાબંધી
- જેલ
- સરહદી સુરક્ષા
- ગૃહ અને પોલીસ હાઉસિંગ
- આપત્તિ વ્યવસ્થાપન
13. જગદીશ વિશ્વકર્મા
- કુટીર ઉદ્યોગ
- મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ
- ઉદ્યોગ
- વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ
- પ્રિન્ટિંગ અને સ્ટેશનરી
14. બ્રિજેશ મેરજા
- શ્રમ, રોજગાર
- પંચાયત
- ગ્રામ ગૃહ નિર્માણ
- ગ્રામ વિકાસ
15. જીતુ ચૌધરી
- કલ્પસર અને મત્સ્યોદ્યોગ
- નર્મદા જળ સંપત્તિ
- પાણી પુરવઠો
16. મનીષાબેન વકીલ
- મહિલા અને બાળ કલ્યાણ
- સામાજિક ન્યાય અને અધિકારીતા
રાજ્યકક્ષાના મંત્રી
17. મુકેશ પટેલ
- કૃષિ
- ઉર્જા
- પેટ્રોકેમિકલ્સ
18. નિમિષાબેન સુથાર
- આદિજાતિ વિકાસ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ
- તબીબી શિક્ષણ
19. અરવિંદ રૈયાણી
- વાહન વ્યવહાર
- નાગરિક ઉડ્ડયન
- પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
20. કુબેર ડીંડોર
- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ
- વૈધાનિક અને સંસદીય બાબતો
21. કીર્તિસિંહ વાઘેલા
- પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
22. ગજેન્દ્રસિંહ પરમાર
- અન્ન નાગરિક પુરવઠો
- ગ્રાહક સુરક્ષાની બાબતો
23. આર. સી. મકવાણા
- સામાજિક ન્યાય અને અધિકારીતા
24. વિનોદ મોરડીયા
- શહેરી વિકાસ
- શહેરી ગૃહ નિર્માણ
25. દેવા માલમ
- પશુપાલન
- ગૌ સંવર્ધન

0 Comments